ધંધા પાણી
News of Tuesday, 13th February 2018

વિશ્વ માર્કેટમાં ભારતીય જવેલરીનો વધતો દબદબોઃ હેન્ડમેઈડ ઘરેણાંનું જબરૂ આકર્ષણ

નવી ટેકનોલોજી અને ટ્રેડિશનલ થકી કારીગરોની કલામાં આવ્યો નિખાર

રાજકોટ, તા.૧૩ : ભારતીય જવેલરીનો વિશ્વભરમાં ડંકો વગાડી રહી છે. જોકે વચ્ચેના કેટલાક પ્રતિકૂળ સંજોગોને કારણે નિકાસમાં ઘટાડો જોવાયો હતો. તેવામાં વૈશ્વિક સ્તરે યોજાતા જવેલરી શોના કારણે એકવાર ફરી ભારતીય જવેલરી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ નીવડી છે.

જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ જવેલરી શો સાથે સંકળાયેલ ભારત સહિત દુનિયાભરના જવેલર્સનો દાવો છે કે ટેકનોલોજી અને ટ્રેડિશનલ થકી ભારતીય જવેલરી કારીગરોની કલામાં વધુ નિખાર આવ્યો છે.

ભારતીય હેન્ડમેઈડ જવેલરી ફરીવાર ફોકસમાં આવી રહી છે. ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં તેનો ક્રેઝ વધી રહ્યો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ટેમ્પલ જવેલરી બનીને ઉભરી રહી છે. જયારે ડાયમંડ જવેલરીમાં પણ ભારતીય ડિઝાઇનને ખુબ જ પસંદ કરાઈ છે.

વૈશ્વિક માર્કેટના જવેલરીના જાણકારોના માનવા મુજબ નવી ટેકનોલોજી આવ્યા બાદ ભારતીય કારીગરોની કલામાં નિખાર આવી રહ્યો છે. અલગ અલગ શેપ જેવા માર્કીશ અને પીઅર શેપ નૅકલેશ અને બ્રેસલેટની માંગ ઝડપથી વધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં યોજાયેલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ જવેલરી શોમાં આ વર્ષે દુનિયાભરમાંથી ૭૦૦ જેટલા એકિઝબ્યુટર્સએ ભાગ લીધો હતો.

(9:53 am IST)