ધંધા પાણી
News of Thursday, 11th January 2018

એરંડા, ચણા અને મસાલામાં મજબૂતી ગુવાર પેક અને સોયાબીનમાં સુધારો

રાજકોટ તા.૧૧ : કૃષિ કોમોડિટી વાયદામાં એરંડા અને ચણામાં અને મસાલામાં મજબૂતીનો માહોલ જોવાઈ રહયો છે જયારે મસાલા પેકમાં ધાણા, જીરા અને હળદરમાં સુધારો દેખાઈ રહયો છે મસાલામાં ધાણામાં લગભગ ૧ ટકાની ઉપરનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે જયારે ખાદ્ય તેલો સાથે સોયાબીનમાં પણ તેજી દેખાઈ રહી છે. કપાસ અને કપાસીયા ખોળમાં પણ સુધારો થતો જોવાઈ રહયો છે સાથે ગુવાર પેકમાં પણ તેજી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે.

 

(10:49 am IST)