ધંધા પાણી
News of Friday, 12th October 2018

છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર કાચી નિકાસના સોદા નવેમ્બર-ડિસેમ્બરમાં દોઢ લાખ ટનની થશે નિકાસ

રાજકોટ, તા.૧૨ : ઉદ્યોગ સૂત્રના જણાવ્યા અનુસાર ભારતીય ખાંડ મિલોએ ત્રણ વર્ષમાં પહેલીવાર કાચી ખાંડની નિકાસ માટે સોદા કર્યા છે કારણ કે ન્યૂયોર્કના ભાવમાં સાત મહિનાની ઊંચી રેલીમાં સરકારની સબસિડીઓએ નિકાસને આકર્ષક બનાવી છે. ડીલરોએ જણાવ્યું હતું કેમિલોએ નવેમ્બર-ડિસેમ્બરમાં શિપમેન્ટ(એફઓબી) ધોરણોના આધાર પર ૧૫૦૦૦૦ ટન કાચી ખાંડ અંદાજે ટનદીઠ ૨૮૦ ડોલરની નિકાસ કરવાનો કરાર કર્યો છે.

   માર્ચમાં ભારતમાં મિલોને ૨૦ લાખ ટન ખાડની નિકાસ કરવા તેમજ દરેક મિલો માટે ફરિજયાત નિકાસ કવોટા નક્કી કરવા જણાવ્યું હતું.ઇસ્માએ જણાવ્યું હતું કે મિલોએ વર્ષ ૨૦૧૭-૧૮ના માર્કેટિંગ વર્ષમાં લગભગ ૪૫૦૦૦૦ ટન નિકાસ કરવા માટે સફળ રહ્યાં હતા  વધુમાં જણાવ્યું કે તાજેતરના વર્ષમાં મિલ્સ નિકાસ લક્ષ્યાંક ૫૦ લાખ ટન હાંસલ કરવાનો પ્રાયાસ કરશે

(9:54 am IST)