ધંધા પાણી
News of Thursday, 9th August 2018

ઓગસ્ટમાં અમેરિકાથી ભારતની ક્રૂડઓઈલની રેકોર્ડબ્રેક આયાત

મુંબઈ- જહાજ-ટ્રેકિંગ અને થોમસન રોઇટર્સ ઓઇલ રિસર્ચ એન્ડ ફોરકાસ્ટ્સ દ્વારા સંકલિત કરાયેલા પોર્ટ ડેટા મુજબ ભારતે ઓગસ્ટમાં કુલ ૯૯.૪ લાખ બેરલ ક્રૂડ, આશરે ૩,૧૯,૦૦૦ બેરલ પ્રતિ દિવસ (બીપીડી)એ યુનાઇટેડ સ્ટેટ્સમાં આયાત કર્યું છે. જુલાઇમાં ભારતે ૧,૧૯,૦૦૦ બીપીડી ક્રૂડ યુ.એસને આયાત કર્યું હતું, જે લગભગ ત્રણ ગણા જેટલો હિસ્સો ધરાવે છે. જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં ૧,૯૦,૦૦૦ બીપીડી ક્રૂડનું આયાત કરવામાં આવ્યું હતું .

ઓગષ્ટ પહેલાના સાત મહિના દરમિયાન કુલ ૯૬.૫ લાખ બેરલ ક્રૂડ આયાત કરવામાં આવ્યું હતું , જે ભારતમાંથી યુ.એસ ક્રૂડની આયાતમાં થયેલા વધારાના પ્રમાણને દર્શાવે છે. ક્રૂડ ઓઈલ માટે અમેરિકાના ક્રૂડ ઓઈલના ઉત્પાદકોને વૈકલ્પિક ખરીદનાર મળ્યા છે , જે ઓગષ્ટમાં રેકોર્ડ વોલ્યુમ આયાત કરવાના માર્ગ પર ભારત સાથે જશે.

(7:58 pm IST)