ધંધા પાણી
News of Thursday, 9th August 2018

ખરીફ વાવેતર ઘટતા એરંડાના ભાવમાં ઉછાળો

દેશમાં વાવણી 45 ટકા અને ગુજરાતમાં ગતવર્ષની તુલનાએ વાવેતરમાં 75 ટકાનું ગાબડું

મુંબઇ: ચાલુ ખરીફ સિઝનમાં એરંડાનું વાવેતર ગતવર્ષની તુલનાએ 45 ટકા જેટલું ઓછું રહેતા ભાવમાં વધારો જોવાઈ રહયો છે આ ચોમાસાનું સિઝનમાં એરંડાના ભાવ લગભગ 20 ટકા સુધી વધી ગયા છે. એરંડાના મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ લગભગ 75 ટકા ઓછું વાવેતર નોંધાયું છે.

    કેન્દ્રિય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ 3 ઓગસ્ટ સુધી દેશભરમાં એરંડાનું 1.5 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે ગતવર્ષે આ  સમયગાળા સુધીમાં 2.72 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચુકી હતી. વર્ષ 2014 પછી સૌથી ઓછું એરંડાનું વાવેતર નોધાયું છે.

  કૃષિ મંત્રાલયનું કહેવું છે કે, અત્યાર સુધી દેશમાં એરંડાનું વાવેતર સરેરાશ 2.32 લાખ હેક્ટર પહોંચી જવાની જરૂર હતી. ખરીફ સિઝન દરમિયાન એંડાનું સામાન્ય વાવેતર 10.47 લાખ હેક્ટર જેટલું મનાય છે. આગામી એક-બે સપ્તાહમાં વાવેતર દ્રશ્ય સ્પષ્ટ થઇ જશે.

 વાવેતરની શરૂઆતમાં સરેરાશ ભાવ ક્વિન્ટલ દીઠ 3600 હતો જે હાલ વધીને 4300 થઇ ગયો છે. હાજર પાછળ વાયદામાં પણ ઊછાળો નોંધાયો છે. એનસીડીઇએક્સ ખાતે 12મી જૂને એંરડા વાયદો .3937 હતો જે હાલ 4700ની ઉપર ટ્રેડ થઇ રહ્યો છે.

(7:57 pm IST)