ધંધા પાણી
News of Thursday, 9th August 2018

મહારાષ્ટ્રમા કપાસનું ઉત્પાદન ઘટવાની સંભાવના :સીએઆઈ

ગયા વર્ષની 82 લાખ ગાંસડીની તુલનાએ ચાલુ વર્ષે 70 લાખ ગાંસડી થવાની ધારણા

મુંબઈ : આ વર્ષે મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. ગયા વર્ષની સિઝનના ૮૨ લાખ ગાંસડીની તુલનાએ આ વર્ષના સિઝન દરમિયાન ૭૦ લાખ ગાંસડી જ પ્રાપ્ત થઈ છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા ( સીએઆઈ )દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ, ખેડૂતો દ્વારા ત્રીજી અને ચોથી વખત પંસદ કર્યા બાદ કોટન સંપૂર્ણપણે નુકશાનમાં જઈ શકે છે.

  આ સર્વે મુજબ આ ખરીફ સિઝન દરમિયાન છેલ્લા ૧૫ દિવસોમાં ગુલાબી બોલવોર્મનો હુમલો જોવા મળ્યો છે અને તે ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે, જેના પરિણામે આ વર્ષે પાકમાં તીવ્ર ઘટાડો થયો છે.

  મુખ્ય કપાસ ઉગાડનાર ખંડેશ પ્રદેશમાં,એસોસિએશન દ્વારા ૩ રોગોને ઓળખવામાં આવ્યા છે,જેમાં પિન્ક બૉલવર્મ, વ્હાઇટ બુર્શી અને થ્રિસપનો સમાવેશ થાય છે. વધુમાં પ્લાન્ટની ઉંચાઈમાં પણ પ્લાન્ટ દીઠ ૧૫ ફૂલો સાથે ૩-૪ ફૂટનો ઘટાડો થયો છે. આ સાથે જ જૂનના અંતમાં બિન-સિંચાઈવાળા વિસ્તારોમાં વાવેતરને કારણે, તેમજ વરસાદની ગેરહાજરીમાં છોડ ખૂબ નબળા બન્યા છે.

(7:56 pm IST)