ધંધા પાણી
News of Thursday, 9th August 2018

ફ્લિપકાર્ટ અને વોલમાર્ટના કરારને સીસીઆઇની મંજૂરી

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીમાં સામેલ ફ્લિપકાર્ટ અને વોલમાર્ટના કરારને સીસીઆઇ એટલે કે કંમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી છે.આ વર્ષે મે મહિનામાં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી ખરીદી હતી. આ કરાર લગભગ 21 અબજ ડોલરમાં થયો છે. ભારતમાં એક નક્કી રકમ કરત વધુના કરારમાં સીસીઆઇની મંજૂરી લેવી પડતી હોય છે. સીસીઆઇ ભારતમાં એ વાતનો ખ્યાલ રાખે છે કે કોઇ કંપની પોતાની પોઝીનનો ખોટો ફાયદો તો ઉઠાવી રહી નથી ને.

  સીસીઆઇ તરફથી આ મંજૂરી આ મેગા ડિલની જાહેરાતના ત્રણ મહિનામાં જ આપી દેવામાં આવી છે. જોકે, તમામ વ્યાપારી સંગઠનો તરફથી આ ડિલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ વર્ષે મે મહિનામાં વોલમાર્ટે ફ્લિપ કાર્ટની 77 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી.

(7:55 pm IST)