ધંધા પાણી
News of Friday, 9th February 2018

રેનોની કવિડનું લિમિટેડ એડિશન સુપર હીરો લોન્ચઃ કી.૪.૩૪ લાખ

નવી દિલ્હી, તા.૯ : રેનોએ પોતાની પોપ્યુલર કાર કવિડનું લિમિટેડ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું નામ સુપર હીરો રાખ્યું છે. તેને માર્વલ કોમિકસના સુપર હીરો કેપ્ટન અમેરિકા અને આયરન મેનની થીમ પર ડિઝાઇન કરાઈ છે. જોકે માત્ર લુકમાં બદલાવ કર્યો છે. એન્જીનની ટેકનોલોજીમાં કોઈ ફેરફાર કરાયો નથી.

કવિડના સુપર હીરો વર્ઝનની કિંમત ૪.૩૪ લાખ રાખી છે. કિંમતના મામલે ટોપ મોડલની તુલાનાએ ૩૯ હજાર વધુ છે. આ કાર ઈ-કોમર્સ વેબસાઈટ અમેજન પર માત્ર ૧૦,૦૦૦નું પેમેન્ટ આપીને બુક કરાવી શકાય છે.

(9:53 am IST)