ધંધા પાણી
News of Friday, 9th February 2018

વિશ્વનો પહેલો ૪૦ મેગા પિકસલના ત્રણ કેમેરાવાળો સ્માર્ટફોન ઉતારશે હ્યુવાઈએ

નવી દિલ્હી, તા.૯ : ચીનની ટેકનોલોજી કંપની હ્યુવેઇ વિશ્વનો સૌપ્રથમ ૪૦ મેગા પિકસલના ત્રણ રિયર કેમેરાવાળો સ્માર્ટફોન બજારમાં ઉતારશે તેમ મનાય છે. ચીની સ્માર્ટફોન કવર કંપનીઓએ હ્યુવાઈએ પી-૨૦ માટે કવર બનાવ્યાં છે. આ સ્માર્ટફોનની કથિત તસવીરો લીક થઇ હતી. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ સ્માર્ટફોનનો દેખાવ કેવો હશે. સૂત્રોના માનવા મુજબ તેમાં ત્રણ રિયર વર્ટિકલ કેમેરા હશે.

તાજેતરમાં લીક થયેલી તસવીરો મુજબ હ્યુવાઈ પી-૨૦માં ૪૦ મેગાપિકસલનું કેમેરા સેટએપ અપાશે. તેમાં ત્રણ રેર કેમેરા હશે અને ૫એકસ હાઇબ્રિડ ઝુમ ધરાવતા કેમેરા હશે. આ સ્માર્ટફોનનો સેલ્ફી કેમેરા ૨૪ મેગાપિકસલનો હશે. હુઆવેએ અગાઉ પણ પોતાના સ્માર્ટફોનમાં પોપ્યુલર જર્મન લેન્સ મેકર Leica કેમેરા લગાવ્યાં છે અને  વખતે પણ કંપની પોતાના ફ્લેગશીપ સ્માર્ટફોનમાં Leica કેમેરા ઉપયોગ કરે તેવી શકયતા છે.

(9:54 am IST)