ધંધા પાણી
News of Friday, 9th February 2018

સોનીનો ૧૩ મેગા પિકસલ કેમેરાવાળો 'એકસપેરિયા એલ-૨' લોન્ચઃ કી.૧૯૯૯૦

નવી દિલ્હી, તા.૯ : જાપાનની મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની સોનીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન એકસપેરિયા એલ-૨ લોન્ચ કર્યો છે. જેની કિંમત ૧૯૯૯૦ રાખી છે. બ્લેક અને ગોલ્ડ કલરના આ સ્માર્ટફોનમાં ૫.૫ ઇંચની ડિસ્પ્લે છે. જે ૧૨૮૦*૭૨૦ પિકસલ રિઝોલ્યુશન છે. આ ફોનમાં ૧.૫ ગીગા હર્ટઝ મીડીયાતેક કવાડકોર પ્રોસેસર છે. ૩ જીબી રેમ અને ૩૨ જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ છે. જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી ૨૫૬ જીબી સુધી વધારી શકાય છે.

એન્ડ્રોઇડ ૭.૧.૧ નોગટ આધારિત આ સ્માર્ટફોનમાં ૧૩ મેગા પિકસલનો રિયર કેમેરો અપાયો છે. જયારે ૮ મેગા પિકસલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં ૩૩૦૦ એમએ એચની બેટરી છે. કનેકિટવિટી માટે ૪જી એલટીઇ, વાઇફાઇ, બ્લુટુથ, એનએફસી, યુએસબી, ટાઈપ, સી, જેવા ફીચર્સ છે.

(9:54 am IST)