ધંધા પાણી
News of Friday, 9th February 2018

વીતેલા વર્ષે 'ચા'ની ૨૪ કરોડ કિલોની વિક્રમી નિકાસઃ ૩૬ વર્ષની સૌથી વધુ

રાજકોટ, તા.૯ : વીતેલા વર્ષમાં દેશમાંથી ચાની વિક્રમી નિકાસ થઇ હતી. વર્ષ ૨૦૧૭માં ચાનું વિક્રમી ઉત્પાદન થયા બાદ ચાની નિકાસ પણ છેલ્લા ૩૬ વર્ષમાં સૌથી વધુ થઇ હતી.

ભારતીય ટી બોર્ડના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ચાની નિકાસ ૨૪.૦૭ કરોડ કિલોએ પહોંચી હતી. આ પહેલા વર્ષ ૧૯૮૧માં ૨૪.૧૨ કરોડ કિલો થઇ હતી. વર્ષ ૨૦૧૬માં ચાની નિકાસ ૧૮૨૩ લાખ કિલો થઇ હતી. જે વર્ષ ૨૦૧૭માં ચાની નિકાસ વર્ષ ૨૦૧૬ની તુલનાએ ૮.૨૦ ટકા વધુ હતી. ચાની નિકાસ અગાઉના વર્ષની તુલનાએ ૫.૯૦ ટકા વધીને ૪૭૩૧ કરોડે પહોંચી હતી. જેમાં ઉત્તર ભારતમાંથી ચાની નિકાસ ૧૪૮૪ લાખ કિલો અને દક્ષિણ ભારતમાંથી ચાની ૯૨૨ લાખ કિલોની નિકાસ થઇ હતી.

(9:55 am IST)