ધંધા પાણી
News of Friday, 9th February 2018

અમેરિકામાં વધતા ભંડાર અને ડોલરમાં મજબુતીથી ક્રૂડતેલમાં ઘટાડાનો માહોલ

રાજકોટ, તા.૯ : ક્રૂડતેલના ભાવમાં નરમાઇ જોવાઈ રહી છે. ક્રૂડમાં પાછલા દિવસોની તેજી અટકી છે. વૈશ્વિકબજારમાં ક્રૂડના ભાવમાં દબાણ જોવાયું છે. જાણકારોના માનવા મુજબ અમેરિકામાં ભંડાર વધીને ૧ કરોડ ડૉલરને પાર પહોંચી ગયો છે. જેની ભાવ પર વિપરિત અસર થઈ છે. દરમિયાન  બ્રેન્ટ અઢી ટકાથી વધુ ઘટાડા સાથે ગઈ કાલે ૬૫.૫ની નીચે પહોંચી ગયો છે. સાથે જ ડૉલરમાં મજબૂતીની અસરનો બમણો માર ક્રૂડ પર લાગ્યો છે. સ્થાનિક બજારમાં પણ ફ્લેટ શરૂઆત બાદ ઘટાડો આવ્યો છે.

(9:54 am IST)