News of Thursday, 8th February 2018
આખરે ચણાની આયાત ડ્યુટી વધારાઈ
ચણાના તૂટતાં ભાવ વચ્ચે વધતી આયાતને રોકવા નિર્ણંય

નવી દિલ્હી, તા.૮ : સરકારે આખરે ચણાની આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે. ચણાની આયાત ડ્યુટી ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરવા નિર્ણય કરાયો છે. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં ચણા ઉપર ૩૦ ટકા ડ્યુટી લગાવાઈ હતી. જોકે આમ છતાં કઠોળની આયાત વધી હતી અને ભાવને કોઈ ટેકો સાંપડ્યો નથી. આ સંજોગોમાં ચણાની આયાત ડ્યુટી વધારવા નિર્ણય લેવાયો છે.
હાલમાં ચણાનો ભાવ લદ્યુતમ ટેકાથી પણ નીચે જોવાઈ રહયો છે. બીજીતરફ નવા ચણાની આવક પણ શરૂ થનાર છે અને ચણાનું વિક્રમી વાવેતર થતા બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. ત્યારે ભાવમાં વધુ ઘટાડો રોકવા સરકાર દ્વારા ચણાની આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે.
(9:44 am IST)