ધંધા પાણી
News of Thursday, 8th February 2018

નિકાસ નિયંત્રણો હટાવતા ડુંગળીમાં લાલઘુમ તેજીઃ બે દિવસમાં ભાવમાં ૬૦ ટકાનો ઉછાળો

રાજકોટ, તા.૮ : કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસના લદ્યુતમ ભાવ હટાવતા ડુંગળીમાં આગઝરતી તેજી ભભૂકી છે. છેલ્લા ત્રણેક દિવસમાં ડુંગળીના ભાવમાં ૬૦ ટકાનો તોતિંગ ઉછાળો જોવાયો છે. લાસણગાવમાં ડુંગળીના ભાવ ઉછાળીને ૨૩૫૦૦ પ્રતિ કવીન્ટલની સપાટીએ પહોંચ્યા છે. દેશના સૌથી મોટા હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં જબરો વધારો થતા રિટેલમાં પણ ડુંગળી ગ્રાહકોને રડાવશે તેમ મનાય છે.

લાસણગાવમાં નિકાસના લદ્યુતમ ભાવ નાબૂદ કરાયા બાદ પ્રતિ કિવન્ટલ કાંદાની કિંમત ૧૪પ૧ રૂપિયાથી વધીને ર૦૭પ રૂપિયા પ્રતિ કિવન્ટલએ વધારો થયો છે. ડુંગળીના હોલસેલ ભાવમાં થયેલો વધારો રિટેલ માર્કેટમાં પણ પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે ર૩ નવેમ્બરે સરકારે ૮પ૦ ડોલર પ્રતિ ટન ઉપર મિનીમમ એકસપોર્ટ પ્રાઇસ લાગુ કરી હતી. ત્યારબાદ હોલસેલ ભાવ એક જ મહિનામાં પચાસ ટકા જેટલા ઘટી જતા ભાવને ગગડતા અટકાવવા સરકારે લદ્યુતમ નિકાસ ભાવ ઘટાડીને ૭૫૦ ડોલર પ્રતિ ટન કર્યા હતા. ડુંગળીના ભાવ ૩પપ૦ રૂપિયા પ્રતિ કિવન્ટલથી ઘટીને ફેબ્રુઆરી મહિનામાં ૧૪પ૦ રૂપિયા પ્રતિ કિવન્ટલ થઇ ગયા હતાં. ત્યારે હવે એકસપોર્ટ પ્રાઇસનું નિયંત્રણ હટાવી લેવાતા ડુંગળીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવાયો છે.

 

(9:43 am IST)