ધંધા પાણી
News of Thursday, 8th March 2018

એરંડા, ચણામાં સુધારોઃ જીરૂ અને રાઈમાં તેજીઃ મેન્થાઓઈલ અને ધાણામાં દબાણ

રાજકોટ, તા.૮ : કૃષિ કોમોડિટી વાયદામાં એરંડા અને ચણામાં સુધારો થઇ રહ્યો છે,ચણામાં લગભગ એક ટકાની તેજી દેખાઈ રહી છે, જયારે ખાદ્ય તેલોમાં મેન્થા ઓઈલમાં નરમાશ જોવા મળી રહી છે, જોકે સોયાબીનમાં લગભગ એક ટકાની તેજીનો કારોબાર થઈ રહ્યો છે. જયારે મસાલા પેકમાં જીરામાં એક ટકાની તો રાઈમાં બે ટકાની તેજી જોવા મળી રહી છે. જયારે ધાણામાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, સાથે જ ગુવાર પેકમાં પણ નરમાશ જોવા મળી રહી છે.

(9:38 am IST)