ધંધા પાણી
News of Thursday, 8th March 2018

ફેબ્રુઆરીમાં લાસણગાવમાં ડુંગળીની આવક ગતવર્ષ કરતા ૪૦ ટકા ઓછીઃ ભાવ બમણા

ગતવર્ષે ૬.૧૧ લાખ કવીન્ટલની તુલનાએ આવક ૩.૭૦ લાખ કવીન્ટલ થઈ

રાજકોટ, તા.૮ : ડુંગળીના ભાવમાં જબરો કડાકો બોલી રહયો છે ત્યારે એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ફેબ્રુઆરીમાં ડુંગળીની આવક ગયા વર્ષના ફેબ્રુઆરી કરતા ૪૦ ટકા ઓછી થઇ છે. જોકે ભાવ ગતવર્ષની તુલાનાએ હજુ બમણા છે.

નેશનલ હોર્ટિકલચરલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના આંકડા મુજબ ફેબ્રુઆરીમાં લાસણગાંવમાં ડુંગળીની ૩.૭૦ લાખ કવીન્ટલ આવક થઇ છે. જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૬.૧૧ લાખ કવીન્ટલની આવક થઇ હતી. આમ આવક ગયાવર્ષ કરતા ૪૦ ટકા ઘટી છે.

ડુંગળીની આવક ગયા વર્ષની તુલાનાએ ઓછી થયા છતાં સરેરાશ ભાવ ગતવર્ષ કરતા બમણા છે. ફેબ્રુઆરીમાં સરેરાશ ભાવ કવીન્ટલના ૧૦૫૦ આસપાસ હતા. જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૫૨૫ ભાવ હતા.

(9:36 am IST)