ધંધા પાણી
News of Thursday, 8th March 2018

દેશમાં ચાલુ સીઝનમાં ખાંડનું ઉત્પાદન વધીને ૨૩૦ લાખ ટનને પારઃ ૪૨ ટકાનો જંગી વધારો

દેશમાં ૫૨૨ શુગરમીલો ચાલુ : વપરાશ ૨૫૦ લાખ ટન રહેવાની ધારણા

રાજકોટ, તા.૮ : દેશમાં ચાલુ સીઝનમાં ખાંડનું ઉત્પાદન વધીને ૨૩૦ લાખ ટન થઇ ચૂકયું છે. જે ગત વર્ષની તુલાનાએ ૪૨ ટકાનો જંગી વધારો જોવાયો છે. ઇન્ડિયન સુગર મિલ એસો.(ઈસ્મા)ના આંકડા મુજબ દેશમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં કુલ ૨૩૦.૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૬૨.૬૨ લાખ ટન થયું હતું. આમ ગયાવર્ષ કરતા ઉત્પાદનમાં ૬૭ લાખ ટનનો વધારો થયો છે.

ઇસ્માના માનવા મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૭૩.૯૫ લાખ ટન થયું છે. મહારાષ્ટ્રમાં ૮૪.૨૪ લાખ તન અને કર્ણાટકમાં ૩૩.૪૪ લાખ ટનનું ઉત્પાદન થયું છે. દેશમાં ૫૨૨ શુગરમીલો ચાલુ છે. જે ગયાવર્ષે ૪૭૯ મિલો ચાલુ હતી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪૩ મિલ બંધ થઇ ચુકી છે.

ઇસ્માના અંદાજ મુજબ ચાલુ વર્ષે ખાંડનો વપરાશ ૨૫૦ લાખ ટન થશે. જે ગયા વર્ષે ૨૪૬ લાખ ટન થયો હતો નવી સીઝનમાં ઉત્પાદનની સાથે વપરાશમાં પણ વધારો થશે.

(9:36 am IST)