ધંધા પાણી
News of Thursday, 8th March 2018

એલચીમાં તેજીને બ્રેકઃ ઓકશન મથકોએ વધી આવકઃ ગ્રાહકી ઓછી હોવાથી ભાવમાં દબાણ

કોઈ મોટી માંગના અભાવે ભાવ હજુ નીચા રહે તેવી ધારણા

રાજકોટ, તા.૮ : એલચી બજારમાં તેજીને બ્રેક લાગી છે. છેલ્લા દિવસોમાં ઓકશન મથકે ભાવમાં થયેલો વધારો બાદ હવે ઘટાડો જોવાઈ રહયો છે. સાઉથના મોટાભાગના ઓકશન મથકોએ એલચીની આવકમાં વધારો થઇ રહયો છે. જયારે ગ્રાહાકી ઘટી છે તેના કારણે ભાવમાં દબાણ જોવાઈ રહ્યાનું મનાય છે.

તાજેતરમાં બોડીનાયકન્નુરમાં ઓકશન વેળાએ આવક ૧૯ ટન થઇ હતી. જેમાંથી ૧૧ ટનના વેપાર થયા હતા. ઊંચામાં ૧૧૭૭ પ્રતિ કિલોના ભાવ હતા. જયારે એવરેજ ભાવ ૯૩૫ આસપાસ રહ્યાં હતા.

જાણકારોના માનવા મુજબ વરસાદની આગાહીના કારણે માંગ ઘટી હતી અને આગામી દિવસોમાં મોટા તહેવારના અભાવે પણ માંગ રૃંધાઇ છે. નજીકમાં કોઈ મોટી માંગના અભાવે ભાવ હજુ નીચા રહે તેવી ધારણા છે.

વીતેલા સપ્તાહમાં તમામ ઓકશન મથકોમાં ૫૯૪ ટનની આવક થઇ હતી. જયારે સરેરાશ ભાવ ૯૪૭ પ્રતિ કિલો જોવાયા હતા. જે આગાઉના સપ્તાહે યોજાયેલ ઓકશનમાં ૯૮૦ આસપાસ ભાવ હતા.

 

(9:35 am IST)