ધંધા પાણી
News of Thursday, 8th March 2018

ગુજરાતમાં ઉનાળુ વાવેતર ૨.૨૮ લાખ હેકટરે આબ્યુઃ બાજરીનું દોઢુઃ ડુંગળીનું ૭૪ ટકા ઘટ્યું

મગફળીનું ૨૮ ટકા ઘટ્યું : અડદ અને તલની વધી વાવણી

રાજકોટ, તા.૮ : ગુજરાતમાં ઉનાળુ વાવેતર વેગ પકડતું જાય છે. રાજયમાં સરકારી આંકડા મુજબ ઉનાળુ વાવેતર ગયા વર્ષ કરતા વધ્યું છે. જેમાં બાજરીના વાવેતરમાં જબરો વધારો જોવાયો છે. જયારે ઘટતા ભાવને કારણે ડુંગળીના વાવેતરમાં ૭૪ ટકાનું ગાબડું પડ્યું છે. બીજીતરફ મગફળીનું ૨૮ ટકા ઘટ્યું છે. જયરાએ અડદ અને તલની વાવણી વધી છે.

રાજય સરકારના આંકડા મુજબ તા.૫મી માર્ચ સુધીમાં ઉનાળુ વાવેતર ૨.૨૮ લાખ હેકટરે પહોંચ્યું છે. જે ગયાવર્ષે આ સમયગાળા દરમિયાન ૨.૧૧ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ વાવેતર વિસ્તારમાં ૮ ટકાનો વધારો થયો છે. બાજરીનું વાવેતર ૫૧,૩૦૦ હેકટરમાં થયું છે. જે ગયા વર્ષે ૩૨૯૦૦ હેકટરમાં થયું છે. આમ ગયા વર્ષ કરતા ૫૬ ટકા વધુ છે.

બીજીતરફ ડુંગળીના નીચા ભાવને કારણે વાવેતરમાં ૭૪ ટકાનો જબરો ઘટડો જોવાયો છે. ગત વર્ષના ૧૩૪૦૦ હેકટરની તુલનાએ માત્ર ૩૫ હેકટરમાં જ વાવેતર થયુ છે. મગફળીનું વાવેતર ૨૮ ટકા ઘટીને ૨૧ હજાર હેકટરમાં થયું છે. કઠોળમાં મગનું વાવેતર ઘટ્યું છે. જયારે અડદનું વધ્યું છે. તલના વાવેતરમાં ૧૬ તણો ઘટાડો જોવાયો છે.

(9:35 am IST)