ધંધા પાણી
News of Tuesday, 5th June 2018

મહિન્દ્રાની ૩૦૦ સીસીની બાઈક મોજો યુટી-૩૦૦ થઇ લોન્ચઃ કી.૧.૪૦ લાખ

નવી દિલ્હી, તા.૫ : મહિન્દ્રાએ નવી બાઈક મોજો યૂટી ૩૦૦ને લોન્ચ કરી છે. યૂટી ૩૦૦માં ડ્યુઅલ ટોન અપાયો છે. ઉપરાંત હેડલાઈટ કાઉલ પણ નવા અંદાજમાં રજુ કરી છે. આ બાઇકમાં જુનુ કાળુ એન્જીન, બેલી પૈન અને ૨૧ લીટરનો ફ્યુલ ટૈંક છે. તેમાં ૨૯૪.૭સીસીનું ૧ સિલેન્ડર વાળુ લિકિવડ કુલ એન્જીન અને ફ્યુલ ઈન્જીન અને ફ્યુલ ઈન્જેકશનની જગ્યાએ કાર્બોરેટર આપયુ છે આ ઉપરાંત યૂટી ૩૦૦માં ૨૩.૧ એચપી અને ૨૫.૨ એનએમ ટોર્ક છે.

નવી બાઈકની લંબાઈ ૧૫ એમએમ વધારી દેવાઈ છે. આગળની બાજુ ૩૨૦ એમએમ તથા પાછળની તરફ ૨૪૦ એમએમની ડિસ્કબ્રેક છે. આ બાઈકની કિંમત ૧.૪ લાખ રૂપિયા (એકસ-શોરૂમ દિલ્હી) છે.

 

(10:11 am IST)