ધંધા પાણી
News of Tuesday, 5th June 2018

એચપીસી સીંગદાણાની નિકાસ ૧૪ ટકા ઘટીને ૪૬૫૩૧ ટન થઇ

રાજકોટ, તા.૫ : એચપીસી સીંગદાણાની નિકાસમાં સતત ઘટાડો થઇ રહયો છે. ગયા વર્ષે કુલ નિકાસમાં ૩૦ ટકાનો ઘટાડો થયા બાદ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ મહિને એટલે કે એપ્રિલમાં સીંગદાણાની નિકાસ ૧૪ ટકા ઘટીને ૪૬૫૩૧ ટન થઇ છે. જે માર્ચમાં ૫૩૯૬૫ ટનની થઇ હતી આમ નિકાસમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે.

વૈશ્વિક બજારમાં ભારતની તુલનાએ બીજાદેશોના ભાવ ઓછા હોવાથી નિકાસ ઘટી હોવાનું મનાય છે. ગયા વર્ષે એપ્રિલમાં સીંગદાણાની નિકાસ ૪૫૬૬૧ ટન થઇ હતી. જાણકારોના માનવા મુજબ દેશમાં ઉનાળુ મગફળીનો પાક ઓછો થયો હોવાથી મેં મહિનામાં નિકાસ વેપાર ઓછા થશે ભારતની તુલનાએ આફ્રિકન દેશના સીંગદાણા સસ્તા છે.

(10:11 am IST)