News of Tuesday, 5th June 2018
ઘઉં બજારમાં તેજી અટકીઃ વધ્યા ભાવથી લેવાલી અટકતા નરમાઇ
માંગના આધારે ભાવની વધઘટ રહેશે નિર્ભર
રાજકોટ, તા.૫ : ઘઉં બજારમાં તેજી અટકી છે. છેલ્લા દિવસોમાં જોવાયેલ ભાવ વધારાને બ્રેક લાગી છે. વધ્યા ભાવે લેવાલી અટકતા ભાવમાં દબાણ જોવાઈ રહ્યું છે. જોકે પીઠાઓમાં ભાવ સ્થિર છે. જાણકારોના માનવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં એકધારો વધારો થતા હાલમાં થોડો ઘટાડો થયો છે.
રાજકોટમાં ૧૦૦૦થી ૧૨૦૦ ગુણીની આવક થઇ હતી અને મિલબર ના ભાવ ૩૪૯થી ૩૫૩ સુધીના બોલાતા હતા. જયારે એવરેજમાં ૩૫૦ થી ૩૭૦ સુધીના ભાવ જોવાયા હતા. જયારે સારી કવોલિટીના ૩૭૫ થી ૪૨૫ સુધીના ભાવ હતા. આગામી દિવસોમાં ઘરાકીના આધારે ભાવમ વધઘટ નિર્ભર રહેશે.
(10:09 am IST)