ધંધા પાણી
News of Tuesday, 2nd January 2018

મકાઇ બજારમાં લેવાલી ઓછી સાંકડી વધઘટે અથડાતા ભાવ

વૈશ્વિક બજારમાં પણ ભાવ નીચા કવોટ થાય છે

રાજકોટ તા. ૨ : મકાઈ બજારમાં લેવાલી ઠંડી છે અને માંગના અભાવે સાંકડી વધઘટે ભાવ અથડાયા કરે છે. બીજીતરફ મકાઈની આવક પણ પ્રમાણમાં ઓછી થઇ રહી છે લોકલ ગ્રાહકી ઓછી છે સામે સ્ટાર્ચ સેકટરમાં પણ મકાઈની માંગ ધીમી છે.  વૈશ્વિક બજારમાં પણ મકાઈના ભાવ નીચા કવોટ થઇ રહ્યાં છે પરિણામે સ્થાનિક બજારમાં પણ સરેરાશ ભાવ નીચા રહે તેવી ધારણા છે.

(9:20 am IST)