ધંધા પાણી
News of Tuesday, 2nd January 2018

ચણાના વાયદામાં તેજી- મંદી રોકવા વધુ ૧૫ ટકા સ્પેશિયલ માર્જિન લાગુ

વોલેટાલિટી નહી અટકતા નિર્ણયઃ હવે કુલ ૨૦ ટકા માર્જિન

રાજકોટ તા. ૨ : ચણાના વાયદામાં સટ્ટાકીય બૂમને પગલે એકસચેન્જ સતર્ક બન્યા છે ચણાના મોટી તેજી મંદી અટકાવવા એનસીડેકસે અગાઉ પાંચ ટકાનું સ્પેશિયલ માર્જિન લાગુ કર્યા બાદ પણ વોલેટાલિટી નહીં અટકતા એકસચેન્જે વધુ ૧૫ ટકાનું સ્પેશિયલ માર્જિન લાદયું છે આમ કુલ માર્જિન ૨૦ ટકા થયું છે આ માત્ર શોર્ટ સાઈટ એટલે કે વેચાણ બાજુ નાખ્યું છે નવા માર્જિનનો અમલ નવા વર્ષે એટલે એક ૧લી જાન્યુઆરીથી લાગુ કરાયું છે

(9:20 am IST)