ધંધા પાણી
News of Tuesday, 2nd January 2018

ડુંગળીની બાંગલાદેશમાં નિકાસના હેવાલે ઘટ્યા ભાવથી ધીમો સુધારો

જબરી આવક સામે માંગના ટેકે મજબૂતીનો માહોલ

રાજકોટ તા. ૨ : ડુંગળીના ભાવમાં છેલ્લા કેટલાય દિવસોથી આવક વધવાના કારણે ભાવમાં દબાણ જોવાઈ રહયું હતું તેવામાં બાંગ્લાદેશમાં નિકાસ થઇ રહયા અહેવાલે ભાવમાં ધીમો સુધારો નોંધાઈ રહ્યો છે. મહુવામાં સફેદ ડુંગળી અને લાલ ડુંગળી મળીને આવક ૪૦ હજાર કટ્ટા થઇ રહી છે. જોકે માંગના કારણે ભાવમાં મજબૂતીનો માહોલ જોવાઈ રહયો છે ગોંડલમાં પણ ૧૫ થી ૨૦ ગાડીઓની આવક હતી ભાવમાં ૫૦નો વધારો થઈને ૪૦૦ થી ૫૦૦ સુધી બોલાતા હતા.(૨૧.૫)

(9:19 am IST)