ધંધા પાણી
News of Tuesday, 2nd January 2018

મગફળીની વેચવાલી ઓછી : સીંગદાણામાં ટને વધુ ૫૦૦નો ઉછાળોઃ ભાવ ૫૫,૫૦૦ની સપાટીએ

લોકલ અને મહારાષ્ટ્રી ખરીદીના ટેકો ભાવમાં સરેરાશ ૧૫૦૦નો વધારો

રાજકોટ તા. ૨ : બજારમાં મગફળીની વેચવાલી ઓછી હોવાથી સીંગદાણામાં તેજી જોવાઈ રહી છે મગફળીની વેચવાલી ઘટતા કારખાનાવાળાને પડતર નથી.

 બીજીતરફ મકરસંક્રાતિ અને લોકલ ઉપરાંત મહારાષ્ટ્ર્ની માંગ નીકળતા સીંગદાણામાં ટને વધુ ૫૦૦નો ઉછાળો થયો છે અને ભાવ ૫૫,૫૦૦ની સપાટીએ પહોંચ્યા હોવાનું વેપારી સૂત્રો જણાવે છે

 કોમર્શિયલ સિંગદાણાનો ભાવ ૫૫,૫૦૦ની સપાટીએ પહોંચતા છેલ્લા દિવસોમાં સરેરાશ ૧૫૦૦નો વધારો થયો છે આગામી દિવસોમાં સીંગદાણાની માંગના આધારે બજારમાં તેજી મંદી નિર્ભરરહેશે તેમ મનાય છે હાલમાં વેપાર માંગના કારણે ભાવમાં મજબૂતી જોવાઈ રહી છે.

(9:19 am IST)