ધંધા પાણી
News of Tuesday, 2nd January 2018

વૈશ્વિક સ્તરે ભાવ ગગડતા ખાદ્યતેલની ટેરિફ વેલ્યુમાં ૨૬ ડોલર સુધી ઘટાડાઈ

સતત બીજા પખવાડિયે ટેરીફમાં ઘટાડો કરાયો

રાજકોટ તા. ૨ : વૈશ્વિક બજારમાં પામતેલ અને સોયાતેલનાં ભાવ ગગડતા કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ટેરિફ વેલ્યુમાં ૨૬ ડોલર સુધી ઘટાડી છે સતત બીજા પખવાડિયે ટેરીફમાં ઘટાડો કરાયો છે.

   નવા નોટિફિકેશન મુજબ રીફાઇન્ડ પામતેલની ટેરિફ વેલ્યુમાં ૨૬ ડોલરનો ઘટાડો કરીને ૬૯૪ ડોલર પ્રતિ ટન કરાઈ છે. ક્રૂડ પામતેલની ટેરિફ વેલ્યુ ૧૮ ડોલર ઘટાડીને ૬૬૦ ડોલર પ્રતિ ટન કરી છે જયારે સોયાતેલની ટેરિફ વેલ્યુમાં ૧૯ ડોલરનો ઘટાડો કરીને ૮૧૩ ડોલર પ્રતિ ટન કરી છે.

(9:18 am IST)