ધંધા પાણી
News of Monday, 1st January 2018

કોપરા બજારમાં લાલચોળ તેજીઃ ભાવ છ મહિનામાં દોઢાઃ સાઉથમાં ઉત્પાદન અડધું

અપૂરતા ભાવ મળતા વાવેતર ઓછુઃ પુરવઠાની તંગીથી ભાવ ઊંચકાયા

રાજકોટ તા. ૧ : કોપરમાં લાલચોળ તેજી ભભૂકી છે સાઉથમાં ઉત્પાદન ઘટતા ભાવ છેલ્લા છ મહિનામાં દોઢા થયા છે આગામી દિવસોમાં પણ ભાવમાં તેજી જળવાઈ તેવી ધારણા વ્યકત કરાઈ છે કોપરાના ભાવ હોલસેલ માર્કેટમાં ૨૫થી ૩૦ હતા જે વધીને ૪૦થી ૫૦ની સપાટીએ પહોંચ્યા છે.

  જાણકારોના માનવા મુજબ કોપરાના ભાવ અપૂરતા મળતા ખેડૂતોએ વાવેતર ઓછું કર્યું છે જેના કારણે ઉત્પાદન અડધું થયું છે ઉપરાંત કોપરાના પાક માટેનું વાતાવરણ પણ પ્રતિકૂળ હોવાથી ઉત્પાદનને માઠીઅસર પહોંચી હતી.  દેશમાં સાઉથના રાજયો જેવા કે કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઉત્પાદન ઘટ્યું છે જેના કારણે બજારમાં પુરવઠાની તંગીને પગલે ભાવમાં ઉછાળો જોવાઈ રહયો છે.

 

(9:15 am IST)