ધંધા પાણી
News of Monday, 1st January 2018

રાજયમાં રવિ વાવેતર વધીને ૩૨.૬૭ લાખ હેકટરે પહોંચ્યુઃ ચણાનું ૮૦ ટકા અને જીરૂનું ૩૮ ટકા વધ્યું

સરેરાશ વાવેતરમાં ૧૭ ટકાનો વધારોઃ ઘઉંનું ૯ ટકા વધ્યુઃ ધાણાનું ૪૩ ટકા ઘટ્યું

રાજકોટ તા. ૧ : રાજયમાં રવિ વાવેતર વેગીલું જોવાઈ રહ્યું છે સરકારના છેલ્લા જાહેર થયેલ આંકડા મુજબ રાજયમાં રવિ વાવેતર ૩૨.૬૭ લાખ હેકટરે પહોંચ્યું છે જે ગયા વર્ષની તુલનાએ ૧૭ ટકાનો વધારો સૂચવે છે ને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. રાજયમાં હાલ રવિ વાવેતર પૂર્ણતાના આરે છે જોકે જાન્યુઆરીના અંત સુધી છૂટુંછવાયું વાવેતર થશે.

રાજયના કૃષિ મંત્રલયના આંકડા મુજબ ગત ૨૬મી ડિસેમ્બર સુધીમાં રાજયમાં કુલ ૩૨.૬૭ લાખ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં ચણાના વાવેતરમાં ૮૦ ટકાનો જબરો વધારો થઈને વાવેતર ૨.૮૯ લાખ હેકટરે પહોંચ્યું છે.

રવિ વાવેતરના મુખ્ય પાક એવા ઘઉંનું વાવેતર ૯ ટકા વધ્યું છે જયારે જીરૃંનું વાવેતર ૩૮ ટકા વધીને ૩,૬૯ લાખ હેકટરે પહોંચ્યું છે જે ગયા વર્ષે ૨.૬૭ લાખ કેટરમાં થયું હતું જોકે ઘાણાણ વાવેતરમાં ૪૩ ટકાનો જબરો ઘટાડો થયો છે ઘાણાનું વાવેતર ૪૩ ટકા ઘટીને ૬૮ હજાર હેકટરમાં થયું છે જે ગતવર્ષે ૧.૧૯ લાખ હેકટરમાં થયું હતું.

(9:14 am IST)