Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દેશમાં ખરીફ વાવેતર ૧૧૫ લાખ હેકટરમાં થયું: તેલીબિયાંની વાવણી અડધીઃ કઠોળનું પણ ઘટ્યું

બાજરી, સોયાબીન અને મગફળીના વાવેતરમાં જબરો ઘટાડો

રાજકોટ, તા.૨૫ : દેશમાં ખરીફ વાવણી ચોમાસામાં વિલબ થતા ધીમી પડી છે. સરકારી આંકડા મુજબ ૨૨મી જૂન સુધીમાં દેશમાં તમામ પાકોના વાવેતરમાં ઘટાડો થયો છે. જેમાં કઠોળમાં તુવેર અને અડદ સહીત તેલીબિયાં અને સોયાબીનના વાવેતરમાં અડધોઅડધ દ્યટાડો જોવાયો છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ૨૨મી જૂન સુધીમાં ૧૧૫.૯ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયે ૧૨૮.૩૫ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. દેશમાં તેલીબિયાં પાકોના વાવેતરમાં ૫૦ ટકાનો ઘટાડો રહ્યો છે. મગફળીનું વાવેતર ૪૯ ટકા અને સોયાબીનના વાવેતરમાં ૫૯ ટકાનો ઘટાડો થયો છે.

 બીજીતરફ કઠોળનું સરેરાશ વાવેતર ૩૨ ટકા ઘટીને ૫.૩૫ લાખ હેકટરમાં થયું છે. જયારે કપાસનું વાવેતર પણ ૧૬ ટકા ઘટીને ૨૦,૬૮ લાખ હેકટરમાં થયું છે, જે ગતવર્ષે આ સમય ગાળામાં ૩૨,૬૯ લાખ હેકટરમાં થયું હતું.

(9:25 am IST)