Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

અર્થતંત્રના સરળીકરણના મોરચે જીએસટી સફળ પુરવાર થયું નથીઃ રોકડ માંગ વધી

લાંબાગાળે અર્થતંત્રના ફોર્મલાઈઝેશનનો ધ્યેય હાંસલ થશેઃ HSBC

નવી દિલ્હી તૉં૨૩ જીએસટીના અમલને એક વર્ષ બાદ અર્થતંત્રના સરળીકરણમાં હજુ સફળ નહીં થયાનું બ્રોકરેજ ફર્મ ણ્લ્ગ્ઘ્હ્ય્ નોંધ લેતા તેના અહેવાલમાં જણાવ્યુ છે કે મૂળભૂત રીતે જીએસટીનો સબંધ ફોર્માલિટી સાથે છે.એચએસબીસીએ હેવાલમાં જણાવ્યું છે કે ધારણા હતી તે ધોરણે આ દિશામાં કામકાજ થવા પામ્યું નથી રોકડ માટેની માંગમાં પણ તેનાથી કોઈ દ્યટાડો થયો નથી રોકડની માંગમાં વધારો થયો છે.જોકે લાંબાગાળે અર્થતંત્રના ફોર્મલાઈઝેશનનો ધ્યેય હાંસલ થશે તેવો આશાવાદ અહેવાલમાં વ્યકત કરાયો છે

 ટૂંકાગાળામાં અમલીકરણમાં આવી રહેલા અંતરાયોને લીધે રોકડની મંગમાં વધારો થયો હોવાની નોધ લેતા અહેવાલમાં જણાવાયુ છે કે સેવાઓ માટેના ઉંચા દરોને લીધે પણ રોકડમાં વહેરોને પ્રોત્સાહન મળી રહ્યુ હોય તેવુ બની શકે છે.

  કોર્પોરેટ્સની આંકડાકીય વિગતોની નોધ લેતા જણાવ્યુ છે કે નોટબંધી પહેલાના સમયગાળામાં અર્થતંત્રનુ જે ધોરણે ફોર્મલાઈઝેશન હતુ તે સપાટી હાલમાં જોવા મળી રહી છે. ઞ્લ્વ્દ્ગટ અમલ યથાવત થઈ જતા સ્થિતિમાં સુધારો થશે તેવો ઉલ્લેખ કરતા રીપોર્ટમાં જણાવાયુ છે કે આ સાથે કરચોરીનુ પ્રમાણ દ્યટશે અને તાજેતરમાં ઈર્ન્ફોમાલિટીમાં વધારો થ્યો છે તેમાં તબક્કાવાર રીતે પછી દ્યટાડો જોવા મળશે.

(9:24 am IST)