Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ડોલરમાં નરમાઇથી સોનામાં એકધારો બીજા દિવસે સુધારોઃ ચાંદીમાં મજબૂતી

રાજકોટ, તા.૨૫ : ડોલરમાં આવેલી નરમાઈને પગલે વૈશ્વિક માર્કેટમાં સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે અને એકધારો બીજા દિવસે સોનાની કિંમતોમાં સુધારો જોવા મળી રહ્યો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે કોમેકસ ખાતે વૈશ્વિક સોનું ૦.૪૨ ટકાના વધારા સાથે ભાવ ઔંસ દિઠ ૧૩૦૦.૩૦ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જયારે ચાંદી ૦.૩૪ ટકાના વધારા સાથે ભાવ ઔસ દિઠ ૧૬.૪૬ ડોલર નજીક ટ્રેડ કરી રહ્યું છે.

ડોલરની સરખામણીએ રૂપિયામાં આજે સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે. ૧ ડોલરની કિંમત ૬૮.૩૦ રૂપિયાની આસપાસ છે.

બેઝ મેટલની વાત કરીએ તો એલએમઈ પર કોપરમાં સતત બીજા દિવસે દબાણ જોવા મળી રહ્યું છે, કોપરમાં ૦.૫ ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે કોપર ૧.૫ ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયું હતું. (૨૪.૨)

(9:50 am IST)