Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વૈશ્વિક બજારમાં ક્રૂડના દબાતા ભાવઃ ઓપેકનો ઉત્પાદન વધારવા સંકેત

રાજકોટ, તા.૨૫ : વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં દબાણ જોવાઈ રહયું છે. જાણકારોના માનવા મુજબ ઓપેકએ જૂન મહિનાથી કાચા તેલનું ઉત્પાદનમાં વધારો થવાના સંકેતો આપ્યા છે. જેના પગલે ક્રૂડની કિમતોમાં દ્યટાડો નોંધાયો છે. ઈરાન પર આર્થિક પ્રતિબંધ અને વેનેઝુએલામાં ક્રૂડનું ઉત્પાદન દ્યટવાને પગલે કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે.

નાઈમેકસ પર (WTI) ક્રૂડ પાછલા સેટલમેન્ટની તુલનામાં ૧૭ સેન્ટ અથવા ૦.૨૪ ટકાના દ્યટાડા સાથે ભાવ બેરલ દિઠ ૭૧.૬૭ ડોલર પર કવોટ થયાં હતાં. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડમાં પણ ઘટાડો નોંધાતા પાછલા સેટલમેન્ટની તુલનામાં ૨૭ સેન્ટ અથવા ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ભાવ બેરલ દિઠ ૭૯.૫૩ ડોલર પર કવોટ થયાં હતાં. ગત સપ્તાહે બ્રેન્ટ ક્રૂડ નવેમ્બર ૨૦૧૪ પછી પ્રથમ વખત ૮૦ ડોલર પર પહોંચ્યું હતું.

(9:50 am IST)