Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કઠોળના ભાવમાં સતત વધારો :ખરીફપાક ઓછો ઉતરવાની ધારણાએ કિંમતને સપોર્ટ

રાજકોટ :સતત બે વર્ષ સુધી નબળા રહ્યા બાદ કઠોળના ભાવ વર્તમાન વર્ષમાં છેલ્લા કેટલાક સપ્તાહથી નોંધપાત્ર સુધરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ખરીફ પાકની આવક નીચી રહેતા તુવેર, અડદ, મગ તથા ચણાના ભાવમાં દેશની વિવિધ બજારોમાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં ૧૨થી ૨૦ ટકાનો વધારો થયાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

  મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત તથા આન્ધ્ર પ્રદેશ રાજ્યમાં ઓછા વરસાદને કારણે કઠોળના પાક પર અસર પડી હોવાનું જણાવાયું હતું. ઓછા વરસાદને કારણે તુવેરના પાકને અસર થઈ છે જ્યારે ચણાનું રવી મોસમનું વાવેતર ધીમી ગતિએ થઈ રહ્યું છે.

(12:08 pm IST)