Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જીપ ઈન્ડીયાની એસયુવીની લિમિટેડ એડિશન લોન્ચઃ કિંમત ૨૧.૦૭ લાખ

નવી દિલ્હી, તા.૨૪ : જીપ ઈન્ડિયાએ ભારતમાં પોતાની લોકપ્રિય એસયુવી કમ્પાસના નવા વેરિયન્ટની લિમિટેડ એડિશન લોન્ચ કરી દીધી છે. આ નવા વેરિયન્ટનુ નામ કમ્પાસ લિમિટેડ પ્લસ રાખવામાં આવ્યુ છે. લિમિટેડ પ્લસ વેરિયન્ટની નવી દિલ્હી એકસ શોરૂમ કિંમત ૨૧.૦૭ લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારનું બુકિંગ ૫૦ હજાર રૂપિયામાં કરાવી શકો છો.

(9:58 am IST)