Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ઇન્ડોનેશિયામાં નવા પામના પ્લાન્ટેશન પર પ્રતિબંધ : વૃક્ષોની મંજૂરીની તપાસના આદેશ

ઇન્ડોનેશીયાના રાષ્ટ્રપ્રમુખે પામ ઓઇલ માટે માટે નવી રોપણી પર પ્રતિબંધ મુકયો છે. સાથે જ પામના વૃક્ષ ઉભા છે. તેની મંજૂરીની ફેરચકાસણીના આદેશ કર્યાં છે. એવું મનાય છે કે ઇન્ડોનેશીયામાં પામ ઓઇલનું ઉત્પાદન વધારવા માટે જંગલને સાફ કરી પામ રોપણી કરવામાં આવે છે. યુરોપીયન સંદ્યે તો એક તબક્કા ઇન્ડોનેશીયાથી પામ ઓઇલ આયાત રોકી દેવા સુધીનું વિચાર્યું હતું. વિપરીત અસર ન થાય તે માટે ઇન્ડોનેશીયાની સરકાર સાવચેતીના પગલા રૂપે પ્રતિબંધ મૂકયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની પામ ઓઇલની કુલ જરૂરીયાતના ૫૧ ટકા પામ ઓઇલનું ઉત્પાદન ઇન્ડોનેશીયામાં થાય છે. ૨.૬૪ મિલિયન હેકટર જમીન ઉપર સર્ટિફાઇડ પામની ખેતી થાય છે. જયારે ૩ ,૦૪,૧૮૪ હેકટર જમીન ઉપર નાના ખેડૂતો પામની ખેતી કરે છે. ૨૦૦૦-૨૦૧૭દ્ગક વચ્ચે લગભગ ૨,૭૦,૦૦૦ હેકટર પર જંગલ સાફ કરી તેની ઉપર પામની ખેતી શરૂ કરવામાં આવી છે.

(10:01 am IST)