Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રાસાયણિક ખાતરના ભાવ વધતા ખેડૂતોને મુશ્કેલી પોષણક્ષમ ભાવ મુદ્દે પરેશાની બાદ વધુ એક ઝટકો

ડિઍપીના ભાવમાં ૩૫૦નો વધારો કરીને ૧૪૦૦ કરી દેવાતા કચવાટ

રાજકોટ, તા.૨૪ : રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. વાવણી સમયે જ ખાતરોના ભાવમાં વધારો ઝીકાતા ખેડૂતોમાં કચવાટ ફેલાયો છે.

એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતાં ખેડૂત મુશ્કેલીમાં હતા. બીજી તરફ રાસાયણિક ખતરોના ભાવમાં ભાવ વધારો થતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન હોવાનું જણાવાઈ રહયું છે. રાસાયણિક ખાતરોમાં ડીએપી (ડાય)ના ભાવમાં ૩૫૦નો ધરખમ વધારો ઝીંકી ૧૪૦૦ કરી દેતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે.

હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ખેડૂતોને ૧૦૫૦માં મળતી ડીએપી (ડાય) ખાતરની ગુણના ભાવ ૧૪૦૦ થઈ જતા પાયાનું ખાતર ખરીદવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતી ઉપર ગુજરાન ચલાવતા નાના ખેડૂતો માટે હવે ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

(9:55 am IST)