Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વૈશ્વિક માર્કેટમાં એલ્યુમિનિયમાં તેજી કોપર સહિતની મેટલ્સમાં મજબૂતી

રાજકોટ, તા.૨૪ : છેલ્લા કેટલાય દિવસોથી એલ્યુમિનિયમા જબરી તેજી જોવાઈ રહી છે. એલ્યુમિનિયમ સિવાયના બેઝ મેટલ્સમાં પણ આજે મજબૂતીનો માહોલ જોવાયો હતો. અમેરિકી પાબંદી બાદ રૂસે રૂસલને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તેવામાં વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એલએમઈ પર એલ્યુમિનિયમ લગભગ દોઢ ટકા ઉપર છે. જયારે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.

(9:59 am IST)