Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ટેકનો મોબાઈલ્સે પોતાનો પ્રથમ સ્માર્ટફોન કર્યો લોન્ચઃ કી.૭૪૯૯

નવી દિલ્હી, તા.૨૪ : ટેકનો મોબાઈલે પોતાનો પ્રથમ નવો સ્માર્ટફોન ટેકનો કૈમોન આઈ સ્કાયને લોન્ચ કર્યો છે. જેમાં ફેસ અનલોક ફીચર અપાયું છે. આ સ્માર્ટફોન ૨જીબી રેમ છે અને ૧૬ જીબી રેમની સ્ટોરેજ છે. આ સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક અને શૈપેન ગોલ્ડ કલરના ઓપ્શનમાં મળશે.

સ્માર્ટફોનમાં ૫.૪૫ ઇંચ ફુલ વ્યૂ આઇપીએસ ડિસ્પ્લે છે. ૧.૨૮ ગીગાહાર્ટ્ઝ ૬૪ બિટ કવાડ કોર મીડિયાકેટ પ્રોસેસર છે. સ્માર્ટફોનમાં રિયરમાં ૧૩ મેગા પિકસલનો કેમેરો છે. જે પીડીએએફ, અપાર્ચર f/2.0 અને ૫પી લેન્સ સાથે આવે છે. સેલ્ફી માટે ૮ મેગા પિકસલનો કેમેરો છે. સ્માર્ટફોનમાં વિડીયો કોલિંગ માટે 'બૂસ્ટેડ ડ્યૂઅલ સેલ્ફી ફ્લેશ', એલઇડી અને સ્ક્રીન ફ્લેશ પણ ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં ૩૦૫૦ એમએએચની બેટરી છે. એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયા આધારિત OS ૩.૩.૦ પર રન કરે છે. આ સ્માર્ટફોનમાં કનેકિટવિટી માટે ૪G VOLTE, GPS, WiFi, બ્લૂટૂથ, ૩.૫MM ઑડિયો જેક અને માઇક્રો-USB પોર્ટ અપાયા છે. (૨૪.૨)

(9:59 am IST)