Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ટેમ્બો મોબાઈલ્સે ત્રણ સ્માર્ટફોન અને છ ફિચર્સફોન કર્યા લોન્ચ

નવી દિલ્હી, તા.૨૩ : પહેલીવાર ભારતીય હેન્ડસેટ બજારમાં ઉતરેલી સ્વદેશી કંપની ટેમ્બો મોબાઈલ્સે ત્રણ સ્માર્ટફોન અને છ ફીચર ફોન લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોન અને ફીચર ફોન અનુક્રમે 'સુપરફોન્સ અને પાવરફૅન્સ' કેટેગરીના છે. જેની કિંમત ૬૦૦ થી ૭,૦૦૦ રાખી છે.

'સુપરફોન' ૪ જી વીઓએલટીઇ છે. તેમાં ૫.૪૫ ઇંચની સ્ક્રીન છે. ફિંગર પ્રિન્ટ સેન્સર, ફેસ રિકોગ્નીશન અને ૧૬ જીબી રેમ છે, જેને ૬૪ જીબી સુધી વધારી શકાય છે. તેમાં ૩૦૦૦ એમએએચની બેટરી છે. ૧.૨૫ જીએચઝેડ કવાડ કોર મીડિયા ટેક પ્રોસેસર છે. ફોનમાં ૮ મેગાપિકસલનો રિયર કેમેરો સેન્સર સાથે છે. જયારે ૫ મેગાપિકસલનો સેલ્ફ કેમેરા ફ્લેશ સાથે છે.

ટેમ્બોના પાવરફોનમાં મ્યુઝિક કી, ટાઈમ ટોકરમ ૬૯ દિવસની બેટરી સ્ટેન્ડ ટાઈમ અને ૨૨ ભાષાઓ સપોર્ટ કરે છે. (૨૪.૨)

(9:53 am IST)