Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ક્રૂડના ભાવમાં તેજીથી આયાત ઉપર નિર્ભર ભારતીય અર્થવ્યવસ્થા માટે મુશ્કેલી વધશે

રાજકોટ, તા.૨૩ : વિશ્વબજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીથી ભારત સામે નવી મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઇઇએ)એ જણાવ્યું કે, ક્રૂડ ઓઇલની વૈશ્વિક ડિમાન્ડમાં ઝડપથી વધારો જોવા મળશે નહીં અને ઇંધણના ભાવમાં તેજીથી ભારતની આંતરિક નબળાઇમાં વધારો થશે. આયાત ઉપર નિર્ભરતા રાખતા ભારતીય અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ વધી જશે.

બીજતરફ આયાતમાં વૃદ્ઘિનો લાભ પેટ્રોકેમિકલ્સ અને તે સંબંધિત અન્ય સેકટર, ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગોને મળશે. ઉપરાત ભાવમાં ઉછાળાના પગલે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશો ટૂંકા ગાળામાં ઊંચો વિકાસદર દર્શાવી શકે છે. જો કે આ બાબત તેમના અર્થતંત્રની સ્થિરતા માટે સારા સંકેત નથી.

(9:52 am IST)