Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સરકાર બીટી કોટન મુદ્દે પેટન્ટ અને રોયલ્ટી નક્કી કરવા કાર્યવાહી કરશે

દિલ્હી હાઇકોર્ટના આદેશનો અભ્યાસ કર્યા બાદ કાર્યવાહીનો સરકારનો નિર્ણંય

નવી દિલ્હી, તા.૨૩ : સરકાર બીટી કોટન મુદ્દે પેટેન્ટ અને રોયલ્ટી નક્કી કરવા કાર્યવાહી આગળ ધપાવશે દિલ્હી હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કર્યા બાદ સરકારે આ નિર્ણય કર્યો છે, યુએસ સ્થિત એગ્રી-બાયોટેક કંપની મોન્સેન્ટોએ તેના આનુવંશિક રીતે સુધારેલા (જીએમ)ટેકનોલોજી માટે પેટન્ટને લાગુ કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં બી.ટી કપાસ એ એકમાત્ર જીએમ પાક છે, જે વાણિજિયક વાવેતર માટે મંજૂર કરાઈ છે. છેલ્લાં દાયકામાં દેશના કપાસના વધતા જતા વિસ્તારના ૯૫ ટકાથી વધુ વિસ્તારમાં બીટી કોટન ટેકનોલોજી અપનાવાઈ છે. જે ભારતને બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર બનાવે છે. (૨૪.૨)

 

(9:52 am IST)