Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

યુએસની મંજૂરી બાદ આલ્ફાન્સો કેરીનો પહેલો કન્સાઇન્મેન્ટ તૈયારઃ નિકાસ વધવાની ધારણા

યુએઈમાં સૌથી વધુ નિકાસ થશે : સાઉથ આફ્રિકા નવા માર્કેટ તરીકે ઉભર્યું

રાજકોટ, તા.૨૩ : અમેરિકા પાસેથી મંજુરી મળ્યા બાદ આલ્ફાન્સો કેરીનો પહેલો કરન્સાઈન્મેન્ટ તૈયાર છે. પહેલો કન્સાઈન્મેન્ટમાં ૧૬ ટન કેરીનો છે જે કેબી એકસપોર્ટ, રેનબો ઈન્ટરનેશનલ અને કુશલ કોન્ટિનેન્ટલ દ્વારા નિકાસ કરાશે તેમ જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્ર એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડના એમડી સુનિલ પવારે જણાવ્યુ હતુ કે, યુએસ ખાતે આશરે ૧પ૦૦ ટન, યુરોપમાં ૪૦૦૦ ટન અને યુએઈ ખાતે ર૦,૦૦૦ ટન તથા અન્ય દેશોમાં ૧ર,૦૦૦ ટન કેરીની નિકાસ થવાની ધારણા છે. એટલે કે મહારાષ્ટ્રમાંથી ચાલુ વર્ષે ૩૭,પ૦૦ ટન કેરીની નિકાસ થવાની શકયતા છે. ગત વર્ષે મહારાષ્ટ્રમાંથી ૩ર,પ૦૦ ટન કેરીની નિકાસ થઇ હતી. અત્યાર સુધી વાસી સેન્ટરથી ૪૦ ટન કેરી રશિયા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ અને ઈટાલી ખાતે કરાઈ છે.

ભારત માટે સાઉથ આફ્રિકા નવો માર્કેટ છે. તાજેતરમાં નવી તક ઉભી કરવા માટે ડેલિગેટ્સ ત્યાની મુકાત લીધી હતી. અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવ્યા પછી એસ્ટ્રેલિયામાં પણ ટુંક સમયમાં કેરીની નિકાસ થઈ શકે છે. આ ઉપરાંત જાપાન અને કોરિયા સહિત અન્ય માર્કેટમાં પણ ભારતીય એલ્ફાન્સો પ્રસિધ્ધ છે.

(9:51 am IST)