Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

મધ્યપ્રદેશમાં ઉગતા સુગંધિત ચોખાને બાસમતી ચોખાનો GI ટેગ આપવા સામે સંગઠનો નારાજ

બાસમતી ચોખાની ગ્લોબલ પ્રતિષ્ઠાને બચાવવી જોઈએ:મધ્ય પ્રદેશ અને બીજા રાજ્યોનો તેમાં સમાવેશ ન કરવો જોઈએ

નવી દિલ્હી :મધ્ય પ્રદેશમાં ઉગતા સુગંધિત ચોખાને બાસમતી ચોખાનો GI ટેગ આપવા સામે ઉદ્યોગ સંગઠનોમાં વિરોધ ઉઠ્યો છે સંગઠનોનું માનવું છે કે કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની ગ્લોબલ પ્રતિષ્ઠાને બચાવવી જોઈએ અને મધ્ય પ્રદેશ અને બીજા રાજ્યોનો તેમાં સમાવેશ ન કરવો જોઈએ. જો બધાને GI ટેગ આપવામાં આવશે તો ઉદ્યોગ અને બાસમતી ચોખાનુ ઉત્પાદન કરતા પારંપરિક રાજ્યોના ખેડૂતો પર ખરાબ અસર પડશે.

  બાસામતી રાઈસ ફાર્મર્સ એન્ડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફોરમનુ કહેવુ છે કે સરકારે બાસમતી બ્રાન્ડની સુરક્ષા કરવી જરૂરીછે  ફોરમના સભ્ય પ્રિયંકા મિતલે જણાવ્યુ કે મધ્ય પ્રદેશ બાસમતી ચોખાની બ્રાન્ડ મેળવવા માગે છે. જો બાસમતી ચોખાનુ ઉત્પાદન કરતા ક્ષેત્રમાં મધ્ય પ્રદેશનો સમાવેશ કરવામાં આવે તો બ્રાન્ડની ખાસીયત પર અસર પડશે. આનાથી માત્ર પારંપરિક રાજ્યોને જ નહી પરંતુ સમગ્ર દેશને નુકસાન થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ બાસમતી બ્રાન્ડ અંતર્ગત પોતાના સુંગધિત ચોખાનો સમાવેશ કરવા માટે પહેલા નિષ્ફળ ગયુ છે.પરંતુ હવે ફરીથી GI ટેગ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે. વર્તમાન સમયે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ , ઉતરાખંડ, દિલ્હી, પશ્ચિમ ઉતર પ્રદેશ અને જમ્મૂકશ્મીરના બે જિલ્લામાં ઉગતા ચોખાને બાસમતીનો GI ટેગ પ્રાપ્ત થયેલ છે.

(1:45 am IST)