News of Sunday, 22nd April 2018

સીરિયા સંકટથી જીરૂમાં તેજી : ભાવ 16 હજારની સપાટી કુદાવી : મેં માસ સુધી વધવાની શકયતા

મેં મહિનાના અંતે નવું સિરિયન જીરું આવવાની ધારણા

નવી દિલ્હી ;સીરિયા પર અમેરિકી મિસાઇલ હુમલા પછી જીરુંના ભાવમાં નોંધપાત્ર વધારો જોવાયો છે જીરું ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થયો છે સીરિયા ઓર્ગેનિક જીરુંનું ઉત્પાદન કરનારો વિશ્વનો અગ્રણી ઉત્પાદક દેશ છે. તેના જીરાની માંગ ઘણા દેશોમાં રહે છે.

   ભારતમાં જીરાનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ સારું રહ્યું છે, તેમ છતાં ભાવ હજુ પણ વધી રહ્યાં છે. બજારમાં જીરાનો ભાવ રૂ. 16 હજારથી વધી ગયો છે અને તે મે મહિના સુધીમાં વધુ વધવાની શક્યતા છે. સીરિયાથી નવું જીરું મે મહિનાના અંત સુધી જ આવી શકશે.

(1:43 am IST)
  • આવતીકાલે સમગ્ર ગુજરાત હીટવેવના સકંજામાં: હવામાન તંત્રની ચેતવણી access_time 4:46 pm IST

  • અમદાવાદના કૃષ્ણનગરમાં વિમલ ગોલ્ડ જ્વેલર્સ દ્વારા લોભામણી જાહેરાતો કરીને લોકો સાથે એક કરોડથી વધુની છેતરપીંડી પ્રકરણમાં આરોપીના રિમાન્ડ મેળવવા સરકારે કોર્ટમાં અરજી કરતા વધુ સુનાવણી ૨૫મીએ હાથ ધરાશે access_time 4:41 pm IST

  • અમરેલી SP જગદીશ પટેલની અટકાયત : સુરત બીટકોઈન કેસમાં LCB PI અનંત પટેલ બાદ આજે મોડી રાત્રે સીઆઇડી ક્રાઇમે અમરેલી SP જગદીશ પટેલની અમરેલીથી અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસપી જગદીશ પટેલનું નામ, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણના કિસ્સામાં પણ ખુલ્યું હતું અને રૂ. 12 કરોડના આ બીટકોઈન પડાવવાના કિસ્સામાં હવે પછી એક પૂર્વ ધારાસભ્યનો નમ્બર પણ આવી શકે છે તેમ ચર્ચાય રહ્યું છે. access_time 2:35 am IST