Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

ઊંઝા સ્પાઈસીસ પાર્ક બનવાની પ્રતીક્ષામાં : સરકાર ક્યારે જમીન ફાળવણી કરશે ? : તેની જોવાતી રાહ

વાણિજ્ય વિભાગના અધિકારીઓએ સ્પાઈસિસ પ્રોજેક્ટ માટે સમર્થન આપ્યું છે

રાજકોટ તા:23 વિશ્વભરમાં જીરાના સૌથી મોટા બજાર ઊંઝામાં કયારે સ્પાઈસીસ પાર્ક બનશે તેની રાહ જોવાઈ રહી છે બે વર્ષથી વાત ચાલી રહી છે તાજેતરમાં ઊંઝાની મુલાકાતે આવેલ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આધિકારીઓએ આ પ્રોજેક્ટ માટે સમર્થન આપ્યું છે. હવે ઊંઝા સ્પાઈસીસ ઈન્ડસ્ટ્રી આ પાર્કની સ્થાપના માટે ગુજરાત સરકાર ક્યારે જમીનની ફાળવણી કરશે તેની રાહ જોઈ રહી છે.

  બે વર્ષ પહેલાં સ્પાઈસિસ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ઊંઝામાં મસાલા પાર્કનું નિર્માણ કરવાની યોજના બનાવી હતી.આ બાબતે ઉતર ગુજરાતના ઊંઝા APMCની તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ દ્વારા મુલાકાત લીધી હતી તેમણે પ્રોજેક્ટ અંગે સમર્થન આપ્યું હતું

   સ્પાઈસીસ પાર્ક ઊંઝાની નજીક અંદાજે 20 એકરમાં નિર્માણ પામશે અને જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા હશે ઊંઝામાં પહેલાથી જ સ્પાઈસિસ ડેવલપમેન્ટ એજન્સી (SDA) આવેલ છે. દેશમાંથી અંદાજે 15,000-16000 કરોડ રૂપીયાના કુલ મસાલાની નિકાસ થાય છે જેમાં સીડ સ્પાઈસિનો હિસ્સો 3000 કરોડ જેટલો છે, જેમાંથી 90 ટકાનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સીડ સ્પાઈસિસમાં જીરી, ધાણા, રાઈ અને મેથીનો સમાવેશ થાય છે.

  આ અંગે ઊંઝા APMCના ચેરમેન ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે વાણિજ્ય વિભાગના અધિકારીઓએ સ્પાઈસિસ પ્રોજેક્ટ માટે સમર્થન આપ્યું છે. હવે અમે જમીન ફાળવણી માટે ગુજરાત સરકાર તરફ મીટ માંડીને પ્રતીક્ષા કરી રહ્યા છીએ.

(1:45 am IST)