Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

વધતો ટ્રેડ વિવાદ ગ્લોબલ ઇકોનોમીની રિકવરી માટે અવરોધક : રોજગારી પર મોટાપાયે જોખમ

ગરીબ દેશોને સૌથી વધુ નુકશાન થશે :પરિણામો ભોગવવા પડશે

નવી દિલ્હી; ચાઇના અને અમેરિકા વચ્ચે વધતા ટ્રેડવોરની માઠીઅસર વૈશ્વિક સ્તરે પડશે વધતા ટ્રેડ વિવાદથી વૈશ્વિક અર્થતંત્ર ઉપર વિપરીત અસર થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશનનાં ચીફ રોબર્ટો એઝવિડોનાં જણાવ્યાં મુજબ યુ.એસ અને ચાઈના વચ્ચે વધતાં જતા ટ્રેડ વિવાદથી ગ્લોબલ ઈકનોમીની રિક્વરીમાં અવરોધક બની શકે છે અને રોજગારી પણ મોટાપાયે જોખમમાં મૂકાઈ શકે છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ નુક્શાન ગરીબ દેશોમાં થશે અને તેમને આના પરિણામો ભોગવવા પડશે.આ ઉપરાંત વિશાળ દેશો વચ્ચે થઈ રહેલ ટ્રેડ વોરથી વર્ષોથી ગ્લોબલ લેવલ પર આવેલ ઈકોનોમી ગ્રોથને માઠી અસર થશે. તેનું વિસ્તરણ અટકી જશે તથા કેટલીય રોજગારીઓ પર જોખમ આવી જશે

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાતો પર ટેરિફ લાદી હતી તથા ચાઈનાથી કરાતી આ ધાતુઓની આયાતો પર વધુ 10 અબજ ડોલરની ટેરિફ લગાવવાની ચિમકી આપી હતી, પરિણામે ચીઈનાએ પણ યુ.એસનાં ગુડ્સ પર ટેરિફ લગાવી હતી.

  વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશનનાં ચીફાનાં નિવેદન મૂજબ આવી રીતે જેવા સાથે તેવા કરવાથી ગ્લોબલ જીડીપી ગ્રોથ પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે તથા આના પરિણામો ચાઈના અને અમેરિકા સિવાય બીજાં દેશોએ પણ ભોગવવા પડશે.

(1:42 am IST)