Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજયમાં વરસાદની અછતથી મગફળીનો પાક પ્રભાવિતઃચોખાના પાકમાં સુધારો થવા આશા

દેશના છ રાજ્‍યોમાં વરસાદ ઓછો : સિંચાઈની સુવિધા પાકની સફળતાનો રહેશે આધાર

રાજકોટ, તા.૧૮ : રાજયમાં વરસાદની અછતથી સૌથી વધારે મગફળીનો પાક પ્રભાવિત થયો છે. જયારે ડાંગરનું વાવતેર થતા વિસ્‍તારમાં સારા વરસાદને કારણે ચોખાના ઉત્‍પાદનમાં સુધારો જોવા મળી શકે છે. દક્ષિણપヘમિ વિસ્‍તારમાં ચોમાસાની પીછહઠથી પરિસ્‍થિતિમાં ફેરફાર થવાની શક્‍યતા નહિવત છે.

ગત ૧ર સપ્‍ટેમ્‍બર સુધીમાં લોંગ પિડિયર્ડ એવરેજની તુલનાએ વરસાદ આઠ ટકા ઓછો પડયો છે. આંધ્રપ્રદેશ, પંજાબ, વેસ્‍ટ બંગાલ, બિહાર, હરિયાણા અને ગુજરાતમાં વરસાદ ઓછો પડયો છે. અમુક વિસ્‍તારમાં સિંચાઈની પુરતી સુવિધા હોવાને કારણે નુકસાન ઓછો થયો છે. અત્‍યાર સુધીમાં મગફળીનો પાક દબાણ હેઠળ જોવા મળી રહ્યો છે.

ઓછા વરસાદના સમય સિંચાઈની સુવિધાથી પાકને સફળતા મળી શકે છે.

 

(12:40 pm IST)