Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

માંગ ઘટતા ખાંડના ભાવમાં નરમાઇ એક સપ્તાહમાં કવીન્ટલે 150 ઘટ્યા

નવી દિલ્હી તા:22 બજારમાં માંગ નબળી પડતા ખાંડના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ ક્વિન્ટલ ૧૦૦થી ૧પ૦નો ઘટાડો નોંધાયો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સરકાર ખાંડના મિનિમમ ફ્લોર પ્રાઈસની જાહેરાત કરી હતી. સ્મોલ ગ્રેડના ખાંડના ભાવ અત્યારે પ્રતિ ક્વિન્ટલ ર૯૦૦થી ર૯૮૦ બોલાઈ રહ્યા છે. જ્યારે મીડિયમ ગ્રેડની ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ  ર૯૦૦થી ૩૦૮૦ બોલાઈ રહ્યા છે

 બોમ્બે શુગર મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી જનરલે જણાવ્યુ કે, રમજાન પછી ખાંડની માગમાં ઘટાડો થયો છે. ગત સપ્તાહે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૧૦૦ બોલાતા હતા જ્યારે મીડિયમ ગ્રેડની ખાંડના ભાવ ૩રપ૦ પ્રતિ ક્વિન્ટલ ક્વોટ થયા હતાં.અત્યારે વેપારી વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે

(10:59 am IST)