Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગ્રીસને મળેલ યુરોઝોન બેલઆઉટ કાર્યક્રમ સમાપ્ત :હજુ અનેક મોટા પડકાર યથાવત

 

નવી દિલ્હી : ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલ ગ્રીસને મળેલુ યૂરોઝોન બેલઆઉટ કાર્યક્રમ સમાપ્ત થયો છે ગ્રીસને 8 વર્ષથી આ બેલઆઉટનો લાભ મળી રહ્યો હતો. ત્રીજા અને અંતિમ મોટા લોન કાર્યક્રમ ખતમ થવાને ગ્રીસના આર્થિક સંકટથી બહાર આવવાની દિશામાં એક એતિહાસિક પગલુ માનવામાં આવી રહ્યુ છે.

  ગ્રીસના વડાપ્રધાન અલેક્સિસ સિપ્રાસે કહ્યુ હતુ કે તેમના દેશે દર્શાવી દીઘુ છે કે તે આર્થિક સ્તરે નેસ્તનાબૂદ થઇ ફરી પોતાના પગ પર ઉભુ થઇ શકે છે. આઠ વર્ષના જંગી ધિરાણ અને તેના સમાધાનના સતત ઉપાયો બાદ સોમવારે ગ્રીસ અંતરાષ્ટ્રીય બેલઆઉટ કાર્યક્રમ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન સિપ્રાસે કહ્યુ હતુ કે લોન કાર્યક્રમની પૂર્ણાહતિથી ગ્રીસ માટે મોટી રાહત આવશે પરંતુ હજુ અગાઉની જેમ આર્થિક સ્થિરતા ફરી હાંસલ કરવા માટે તેને હજુ લાંબી સફર ખેડવી પડશે.આ પહેલાવડાપ્રધાન અલેકિસસ સિપ્રાસે ગત સપ્તાહે અંતિમ બેલઆઉટ લોનને આ નાટકનો અંતિમ ભાગ ગણાવ્યો હતો અને કહ્યુ હતુ કે હવે પ્રગતિનુ નવુ પાનું જેનાથી ન્યાય અને વ્રુદ્ધિ બદલી શકાશે.

(12:42 am IST)
  • અમદાવાદ-અબુધાબી ફલાઇટ કેટલાય દિવસ માટે રદ્દ : સેંકડો મુસાફરો રઝળ્યાઃ ટીકીટો કેન્સલ કરાવી access_time 11:30 am IST

  • અમદાવાદ-અબુધાબી ફલાઇટ કેટલાય દિવસ માટે રદ્દઃ સેંકડો મુસાફરો રઝળ્યાઃ ટીકીટો કેન્સલ કરાવી access_time 4:36 pm IST

  • ૨૩મીએ સોમનાથ ટ્રસ્ટની બેઠક રાજભવન ખાતે મળશે : કેશુભાઇ પટેલ ઉપરાંત નરેન્દ્રભાઇ-અમિતભાઇ સહિત તમામ ૭ ટ્રસ્ટી ઉપસ્થિત રહેશેઃ કેશુભાઇની અધ્યક્ષતામાં બેઠક મળશે access_time 3:22 pm IST